જીવનની રોજીંદી બાબતોથી કેવી શારીરિક મુશ્કેલી આવી શકે એનું આ ઉદાહરણ છે.

તારીખ ૨૮-૦૧-૨૦૧૭ ના રોજ એક વડીલને એકદમ જ ઉલટી, ચક્કર ચાલુ થઇ ગયા. ઉભા પ રહી નહોતા શકતા. ઉભા થાય તો પડી જતા હતા. તેમના સગા હોસ્પીટલમાં લઇ આવ્યા, મેં તેની તપાસ કરી. બીજી કોઈ તકલીફ નહતી, પુરા ભાનમાં હતા, છાતીમાં દુ:ખાવો નહતો, બીપી કે ડાયાબીટીસ જેવી કોઈ બીમારી નહતી, મેં એમના પલ્સ(નાડી) તપાસી તો નાડી બરાબર આવતી હતી, બીપી માપ્યું તો તો એકદમ ઓછું (60 Systolic) હતું.  ઈસીજી કાઢ્યો તો તેમાં હદયના ધબકારા જ્યાંથી ચાલુ થાય તે ભાગ સાવ કામ કરતો નહોતો (sinus node arrest so ecg. ACCELERATED JUNCTION RHYTHM) એવું હૃદયની કોઈ બીમારીમાં થતું હોય છે. પણ આ દર્દીને હદયની કોઈ તકલીફ હતી નહિ. એટલે એવું થવાના બધા કારણો શોધવા રીપોર્ટ કરાવ્યા બધા રીપોર્ટ નોર્મલ આવ્યા. પછી તે વડીલે કહ્યું સાહેબ કાલે રાતે મેં વાળમાં કલર કરાવ્યો હતો પછી મેં કલરનું બોક્ષ મંગાવ્યું તો એમાં para – pheneylendomine નામનું કેમિકલ હતું. આ કેમિકલનું રેએક્સન આવી શકે અને આ દર્દીને આવું રેએક્સન (anaphylaxis) હતું. ચામડી દ્વારા આ કેમિકલ લોહીમાં જતું હોવાથી ક્યારેક રેએક્સન મોડું આવતું હોય છે. (late anaphylaxis) સારવાર આપવાથી બચી ગયા પણ રેએક્સન ખરેખર જીવલેણ હતું.

આપણે વાળમાં કલર (dye)કરાવતી વખતે સાવચેત રહેવું જોઈએ.

Dr. Shailesh M. Jadav

Intesivist